• ગોધરા સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા
  • 2022માં ગોધરામાં ભ્રષ્ટાચારનો નોંધાયો હતો ગુનો
  • પોલીસ મથકે હાજર રહેવાની શરતે આપ્યા હતા જામીન

તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગોધરા સેશન કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા છે. 2022માં ગોધરામાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. તેમજ પોલીસ મથકે હાજર રહેવાની શરતે જામીન આપ્યા હતા. નિયમિત હાજર ન રહેવા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. પોલીસે આગોતરા જામીન રદ્દ કરવા અરજી કરી હતી.

નિયમિત હાજર ન રહેતા કોર્ટે જામીન નામંજૂર કર્યા

[[$googlead]]

પંચમહાલના બહુચર્ચિત તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગાનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ગોધરાની સેશન કોર્ટ દ્વારા એસ.કે. લાગાના આગોતરા શરતી જામીન નામંજુર કર્યા છે. 2022માં ગોધરાના બી ડિવિઝનમાં તત્કાલીન કલેક્ટર એસ.કે. લાગા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તેમાં બોગસ ખેડૂત પ્રકરણ મામલે ફરિયાદ નોંધાઈ હતી. એસ.કે. લાંગાને દર મહિને પોલીસ મથકે હાજર રહેવાની શરતે આગોતરા જામીન મળ્યા હતા.

[[$alsoread]]

પોલીસ દ્વારા આગોતરા જામીન રદ કરવા કોર્ટમાં રજુઆત કરાઈ

એસ.કે. લાંગા નિયમિત હાજર ના રહેતા પંચમહાલ પોલીસ દ્વારા તેઓના આગોતરા જામીન રદ કરવા સેશન કોર્ટમાં રજુઆત કરાઈ હતી. તેથી કોર્ટ દ્વારા પોલીસની રજુઆતને લઇ એસ.કે લાંગાના આગોતરા શરતી જામીન રદ કરવામાં આવ્યા છે. તેથી તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. 

  • Follow us on: