• હુકમ વિરુદ્ધ ગ્રાન્ટ ફળવણી માટે કર્મીઓને ધમકાવતા હતા

  • પસંદગીની એજન્સીમાટે ગ્રાન્ટની મનમાની ફળવણીની પેરવી
  • તાલુકામાં ચાલતાં કામોની હાલ જ ગ્રાન્ટ ફળવવામાં આવી હતી

નર્મદા જિલ્લા પંચાયત મનરેગા વિભાગ ના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ને ગ્રાન્ટ.ફળવણી માં પોતાની પસંદગી ની એજન્સી ને ફયદો કરાવવા જુનિયર કર્મચારીઓ ને દબાણ કરી ધમકાવવા મામલે તેમજ સિનિયર મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરી મહિલા તાલુકા વિકાસ અધિકારી ના આદેશ નો અનાદર કરવા બદલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકે શોકોઝ નોટિસ ફ્ટકારતા પંચાયત ભવન માં ચકચાર મચી જવા પામી છે.

નાંદોદ તાલુકામાં ચાલતાં કામોની હાલ જ ગ્રાન્ટ ફળવવામાં આવી હતી. જેમાં સરકાર ની સૂચના વિરુદ્ધ કામગીરી કરવા માટે નરેન્દ્ર પરમાર દ્વારા તાલુકા કક્ષાએ ફરજ પાડી હતી. તેમજ દેડિયાપાડા તાલુકામાં સોલીયા ગામે શૌચાલય બનાવવા બાબતેઆ નરેન્દ્ર પરમાર દ્વારા એક ટેકનિકલ આસી.ને ખોટી રીતે ફ્સાવી છૂટા કરેલ હતા. જે બાબતે ટેક્નિકલ આસી. દ્વારા નરેન્દ્ર પરમારની સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાબત કોર્ટે સમક્ષ હોય પોતાની ભૂલ છુપાવવા માટે નરેન્દ્ર પરમાર દ્વારા દબાણ કરી કર્મચારી અને અધિકારીઓને જેમ તેમ બોલી ધમકી આપી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના કર્મચારીઓ એ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી નર્મદા ને લેખિત ફરિયાદ કરી રજૂઆત કરેલ છે.

 સાગબારા તાલુકાના વાડી પ્રોજેકટ ના કામોમાં ખરાબ ગુણવત્તાના રોપા પૂરા પાડી નરેન્દ્ર પરમાર અને એજન્સી દ્વારા મીલીભગત કરી ભાગીદારી કરી ઉચાપત કરવા માટે તાલુકામાં તમામ સ્ટાફ્ ને દબાણ કરતા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના તમામ કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી નર્મદાને ફરિયાદ કરી છે.


  • Follow us on: