- 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- તમામ જિલ્લા કલેક્ટરો અધિકારીઓ સાથે બેઠક થઈ
- સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે વાલીઓને અપીલ
રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની માટે રાજ્ય શિક્ષણ બોર્ડે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આગામી દિવસોમાં શરૂ થનાર પરીક્ષામાં 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના તમામ જિલ્લા ક્લકેટરો, વિદ્યુત કંપનીઓ અધિકારીઓ સાથે બેઠક કરી છે, જેમને તમામ બાબતો અંગે સૂચના આપવામાં આવી છે.
આ અગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 માં 9.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 20 હજાર થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.













