ભારતે નફ્ફટ પાકિસ્તાનનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો છે. ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન પણ ભારત સાથે લડી લેવાના મૂડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અડધીરાત્રે ડ્રોન એટેક કરી રહ્યું છે. ત્યારે ભારતીય સેના પણ તેના આ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે યુદ્ધની સ્થિતિ દરમિયાન ગુજરાત સરકાર એલર્ટ મોડમાં જોવા મળી છે. રલવે, ST અને એરપોર્ટ સેવા થોડા સમય માટે સ્થગિત કરી છે. આ દરમિયાન GPSC પરિક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે GPSC દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે. હસમુખ પટેલે X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે.તમને જણાવી દઈએ કે, આવતીકાલે GPCB વર્ગ-2ની પરીક્ષા છે.
ICAIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાનની તંગ ભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. 9થી 15 મે સુધી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી)ની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પચંડ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
ભારતે પાકિસ્તાન પર કરી આકરી કાર્યવાહી
તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.









