• કુબેરનગર બે વિભાગમાં ઘર નંબર 20માં ફસાઈ હતી બાળકી
  • ઘરની અંદરથી દરવાજો બંધ કરી દેતા ફાયરને જાણ કરવામાં આવી હતી
  • ફાયરે ઘટના સ્થળે પહોંચીને દરવાજાને તોડીને બાળકીને બહાર કાઢી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે એક દોઢ વર્ષનું બાળક ઘરમાં ફસાઈ ગયું હતું. આ અંગે ફાયર વિભાગને કોલ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી જઈને દરવાજાનો લોક તોડીને અંદર પ્રવેશ્યા હતા અને બાળકીનો બચાવ કર્યો હતો.

બાળકીને બચાવવામાં આવી

ફાયર વિભાગને એક દોઢ વર્ષનું બાળક ફસાઈ ગયું હોવાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ મોકલીસરા ફાયર સ્ટેશનથી એક ગાડીને રવાના કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની આ ગાડી કતારગામ દરવાજા પાસે કુબેર નગર ખાતે આવેલા મકાન નંબર-20 ખાતે પહોંચી ગઈ હતી.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા.


બાળકને સલામત બહાર કાઢયું

મકાન નંબર-20માં રહેતા વિશાલ પરમારના ઘરે પહોંચ્યો હતો. રૂમની અંદર બાળક ફસાઈને રડી રહ્યો હતો. જેથી, તેને દરવાજાની બાજુમાં આવેલી બારી પર તેના માતા-પિતાએ બોલાવીને ત્યાં રમતમાં રાખ્યું હતું. આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા બ્રેકિંગ એન્ડ કટીંગ ટૂલ્સ દ્વારા દરવાજો તોડયો હતો અને બાળકને સલામત રીતે બહાર કાઢયું હતું.


બાળક રમતું હતુ તે દરમિયાન દરવાજો લોક કર્યો

રમતા-રમતા બાળકથી દરવાજો લોક થઈ ગયો હતો. ત્યારબાદ તે રડવા લાગ્યું હતું, જેથી માતા-પિતા ચિંતામાં મુકાયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. દીકરાને સહી-સલામત મેળવીને માતા-પિતાએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

  • Follow us on: