• હનુમાનજી મંદિરમાં અચાનક ભભૂકી ઉઠી આગ
  • મંદિરમાં કાટમાળ સહિતની વસ્તુનું થયું નુકશાન
  • અમરેલી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો

અમરેલીમાં હનુમાનજીના મંદિરમાં આગ લાગી. અમરેલીના જુના ગરિયા પાસે આવેલા જાગૃત હનુમાનજી મંદિરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મંદિરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરા તફરી મચી જવા પામી હતી.

જાગૃત હનુમાનજી મંદિરમાં અચાનક આગ લાગી

અમરેલીમાં આવેલા જુના ગરિયા વિસ્તારમાં આવેલા જાગૃત હનુમાનજી મંદિરમાં અચાનક આગ લાગી હતી. મંદરમાં અચનાક આગ લાગી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને જોતાં જ લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. લોકોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. જેથી લોકોએ અમરેલી ફાયર વિભાગને જાણ કરી હતી.

અમરેલી ફાયર વિભાગને જાણ કરી

જાગૃત હનુમાનજી મંદિરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ અમરેલી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગને મંદિરમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીના તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો.

અમરેલી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

અમરેલી ફાયર વિભાગે જાગૃત હનુમાનજી મંદિરે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દૂર્ઘટના ટળી હતી. જાગૃત હનુમાનજી મંદિરમાં લાગેલી આગને ફાયર વિભાગે કાબૂમાં લીધા બાદ મંદિરમાં થયેલ નુકસાનની સમીક્ષા કરી હતી. મંદિરમાં મોટા પાયે નુકશાન થયું હતુ જેનો કાટમાળ કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આગ કયા કારણોસર લાગી તેની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Follow us on: