• બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા લેવાયેલ મોક એક્ઝામ 925 છાત્રોએ આપી હતી

  • શ્રી ફાઉન્ડેશન અને સરદાર પટેલ સ્કૂલના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું હતું
  • શ્રી ફાઉન્ડેશનના સહયોગથી મોક એકઝામનું આયોજન કરાયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14 માર્ચથી શરૂ થયેલ ધો. 10 અને ધો. 12ની વાર્ષીક પરિક્ષાઓ તાજેતરમાં પુરી થઈ છે. ત્યારે પરિક્ષા પહેલા ખાસ કરીને ધો. 10ના વિદ્યાર્થીઓમાંથી પરિક્ષાનો હાઉ દુર થાય તે માટે શહેરની સરદાર પટેલ સ્કૂલ, રોટરી કલબ અને શ્રી ફાઉન્ડેશનના સહયોગથી મોક એકઝામનું આયોજન કરાયુ હતુ. જેમાં શહેરની વીવીધ 22 શાળાના 925 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. બોર્ડની પરિક્ષા પહેલા લેવાયેલ આ પરિક્ષાથી વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધ્યો હતો. ત્યારે આ પરિક્ષામાં પ્રથમ સાત ક્રમે આવનાર માનવ ચૌહાણ, મીત રાઠોડને સાયકલ, યશ્વ પ્રજાપતી, ધૈય પટેલને મોબાઈલ અને કુરાણી હૃદય, પારેજીયા શ્રાુતી અને ગલાણી યજતને સ્માર્ટવોચ આપી તેઓનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધીકારી કે.એન.બારોટ, શ્રી ફાઉન્ડેશનના શ્રીનંદ પલ્સીકર, સરદાર પટેલ સ્કૂલના કે.એન.પટેલ, રોટરી કલબના રશ્મીનભાઈ મહેતા, જય મહેતા સહીતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે બીજા નંબરે આવેલા રાઠોડ મીતના વાલી ચેતનભાઈ રાઠોડે શૈક્ષણીક સેવા કાર્ય માટે રોટરી કલબને રૂપીયા 10 હજારનું દાન આપીને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Follow us on: