• યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
  • વરસાદને લઇ વાતાવરણ બન્યુ આહલાદક
  • ડુંગર, પગથિયા પર વહેતા ઝરણા જેવા પાણી

પાવાગઢમાં વરસાદને લઇ વાતાવરણ આહલાદક બન્યુ છે. તેથી યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. જેમાં ડુંગર, પગથિયા પર વહેતા ઝરણા જેવા પાણી જોવા મળ્યા છે. પંચમહાલમાં આવેલ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી વાતાવરણમાં મોટી સંખ્યા યાત્રાળુઓ ઉમટ્યા છે. યાત્રાધામ પાવાગઢ સહીત સમગ્ર પંચમહાલમાં બે દિવસથી વરસાદી વાતાવરણ છવાયો છે.

વાદળોથી ઘેરાયેલ ડુંગર, પગથિયા પર વહેતા ઝરણાં જેવા પાણી

વાદળોથી ઘેરાયેલ ડુંગર, પગથિયા પર વહેતા ઝરણાં જેવા પાણી અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પાવાગઢ સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. તેમજ આજે રવિવાર હોઈ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં વરસાદને કારણે પાવાગઢના પગથિયા પર પાણી વહેતા થયા છે. વહેતા પાણીમાં દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા હતા. વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. વધુ વરસાદને કારણે ખડખડ વહેતા પાણીનો સુંદર નજારો જોવા મળ્યો હતો.

અગામી ત્રણ કલાકને લઈ વરસાદી નાઉકાસ્ટ જાહેર કર્યું

અમદાવાદ હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ વરસાદી નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. ગાજવીજ અને ભારે પવન સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા અને બોટાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.


  • Follow us on: