- સ્થાયી સમિતીના સભ્યોની જ જીટીયુ સામે ઉગ્ર વિરોધ અને નારાજગી
- સ્થાયીએ કમિશનરની દરખાસ્ત ફગાવી દીધી
- ભરતી ય્ઁજીઝ્ર અને ગૌણ સેવાને સોંપવા સૂચન
ગાંધીનગર મહાપાલિકામાં આરોગ્યની જુદાજુદા સંવર્ગની 73 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી આંચકી લઈને હવે જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળને સોંપાશે. આજની સ્થાયી સમિતીની બેઠકમાં સભ્યો દ્વારા જ જીટીયુને સોંપાયેલી ભરતી પ્રક્રિયા બાબતે ઉગ્ર વિરોધ
ભરતીનો મામલો ગૂંચવાય તેવી સ્થિતી
સ્થાયી સમિતી દ્વારા આરોગ્યની પાંચ પોસ્ટ માટેની વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી પરત લેવાનો ઠરાવ કરતાં કોર્પોરેશનનું વહીવટી તંત્ર મુંઝાયું છે. કારણ અગાઉ તંત્ર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને ભરતી માટે પૂછાવ્યું હતું. પરંતુ ગૌણ સેવા મંડળએ હાલમાં તેમની પાસે કોઈ ટાઈમ ન હોવાનું કહ્યું હતું. તેવી જ રીતે આઈઆઈએમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક જગ્યાએ તપાસ કરાઈ હતી. પરંતુ તમામ જગ્યાએથી ના નો જવાબ મળતાં આખરે જીટીયુને ભરતી પ્રક્રિયા સોંપવાની ફરજ પડી હોવાની વિગતો છે. હવે જો ગૌણ સેવા પસંદગી મંડળ મનપાનો હાથ નહી પકડે તો આ જગ્યાઓ ક્યારે ભરાશે તેને લઈને સવાલ ઉઠયા છે.
મનપામાં જીટીયુ દ્વારા અગાઉની ભરતીમાં કૌભાંડના આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનમાં અગાઉ જીટીયુ દ્વારા થયેલી ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો થયા હતા.