• જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે
  • ગિરનાર રોપવે નજીક વીજપોલ પણ ધરાશાયી
  • ભારે પવનને લઈ ભવનાથમાં વૃક્ષો પણ ધરાશાયી

બિપોરજોય વાવાઝોડાએ કચ્છ-સૌરાષ્ટ્રના ઘણા ભાગોને અસર કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા પછીની આફ્ટર ઇફેક્ટ સામે આવી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસરને લીધે આગામી બે દિવસ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. ખૂબ જ ગંભીર વવાઝોડું બિપોરજોય ગઈકાલે રાત્રે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે આવેલા જખૌ બંદર પર અતિ ગંભીર વાવાઝોડા તરીકે લેન્ડફોલ કર્યું હતું. વાવાઝોડાને કારણે જૂનાગઢમાં પણ ખૂબ નુકસાન થયું છે.

ભવનાથના જૂના અખાડાનો ગેટ ધરાશાયી

[[$googlead]]

વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અને ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢના ભવનાથના જૂના અખાડાનો ગેટ પણ ધરાશાયી થઈ ગયો હતો. આ ઉપરાંત રોપવે નજીકનો વીજપોલ પણ ધરાશાયી થયો હતો. તેમજ ચારેય તરફ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે, આ દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર સામે નહોતા આવ્યા.

[[$alsoread]]

ભારે પવન સાથે વરસાદ ચાલુ

બિપોરજોય વાવાઝોડું તો ધીમે-ધીમે પસાર થઈ ગયું પરંતુ તેની અસર હજી આગામી બે દિવસ સુધી જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

  • Follow us on: