• ડાંગમાં વરસાદ બાદ નદીઓ બે કાંઠે
  • ગીરા ધોધનો આકાશી નજારો કેમેરામાં કેદ
  • ધોધ પાસે પ્રવાસીઓની ભીડ જોવા મળી

વરસાદથી અંબિકા નદીનો ગીરાધોધ ખીલી ઉઠ્યો છે. જેમાં ભવ્ય આકાશી નજારો સામે આવ્યો છે. તેમજ ડાંગમાં વરસાદ બાદ નદીઓ બે કાંઠે છે. ગીરા ધોધનો આકાશી નજારો કેમેરામાં કેદ થયો છે. તેમજ પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી છે.

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદ નોંધાયો

[[$googlead]]

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનાં પગલે સતત બીજા દિવસે લોકમાતાઓમાં બે કાંઠે થઇ છે. ડાંગ જિલ્લાની અંબિકા નદી ઉપરનો ગીરાધોધ ખીલી ઉઠ્યો છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ગીરાધોધનો આકાસી નજારો કેમેરામાં કેદ થયો છે. જેમાં પ્રવાસીઓની પ્રથમ પસંદ એવો ગીરાધોધ જોવા પ્રવાસીઓની ભીડ જામી છે. ડાંગ જિલ્લામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો સહેલાણીઓથી ઉભરાયા છે.

[[$alsoread]]

ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી

સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક વાતાવરણ સર્જાયું છે. ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે વઘઈ પાસે આવેલો ગીરાધોધ સંપૂર્ણ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ધોધ અને તેની આસપાસના વિસ્તારના ડ્રોન કેમેરામાં કેદ કરાયેલા દ્રશ્યોમાં ચારેકોર લીલાછમ્મ દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદના કારણે વનરાજી ખીલી ઉઠતા ડાંગ અને સાપુતારની સુંદરતા વધી છે.


  • Follow us on: