- ગીફ્ટ સિટીમાં દારુની છુટ આપવા નોટીફિકેશન જાહેર
- રાજ્ય સરકારે નિયમો સાથે નોટીફિકેશન બહાર પાડયું
- સુપ્રીટેન્ડ નશાબંધી કચેરી ગાંધીનગરની મંજૂરી લેવી પડશે
ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટછાટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે નશાબંધી વિભાગ ગીફ્ટ સિટી કમિટીને પત્ર મોકલશે જે આખરી નિર્ણય લેશે.
જાહેરનામામાં જણાવાયું છે કે ગિફ્ટ સિટી કમિટીના નિર્ણય પછી જ નશાબંધી વિભાગ આખરી મંજૂરી આપશે. તો સાથે સાથે, લીકર પરમીટ માટે ફી રૂપિયા 1 હજાર રહેશે. લાયસન્સ માટે 1 લાખ રૂપિયા તથા ડિપોઝીટ પેટે 2 લાખ રૂપિયા ભરવાની રહેશે. જાહેરનામામાં સરકારે નિયમ ભંગને લઈને કરવામાં આવનાર દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ કરી છે. સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવાશે તેમજ રદ થયા પછી રીન્યુ કરવામાં આવશે નહીં.










