- ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર હરકતમાં
- TET 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શકયતા
- TET 1 અને 2 પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર
ગુજરાત સરકાર અગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10 હજાર શિક્ષકોની ભરતી કરશે,TET 1 અને 2 પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે,ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે.આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે.
અન્ય માધ્યમોની પણ ભરતી કરાશે
તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ ૧૮૫૨ જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. Tet અને ctet પાસ થયેલ વિધાર્થીઓની ભરતી થશે.
નવુ નોટીફીકેશન થશે પ્રસિદ્ધ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસદંગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા એક બેટક યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિત શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવુ નોટીફિકેશન થઈ શકે છે પ્રસિદ્ધ.
10 હજાર શિક્ષકોની ભરતી કરી શકે છે સરકાર
TAT અને TET ભરતીને લઈ સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 10 હજાર શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે 15મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્વાસન આપ્યું હતુ.
ઉમેદવારોએ થોડાક દિવસ અગાઉ ગાંધીનગરમાં આંદોલન કર્યુ હતુ
ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને મળ્યા હતા તેઓએ એવું કહ્યું કે, શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી.









