- શોભાયાત્રામાં હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ જોડાયા
- મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે 1100 કુંડી યજ્ઞ પણ આજથી શરૂ
- મહોત્સવના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ તરભ વાળીનાથ ધામ ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. માલધારી, રબારી અને દેસાઈ સમાજના આરાધ્ય દેવ વાળીનાથ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે.
શોભાયાત્રામાં હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ જોડાયા
ખંડોસણથી તરભ વાળીનાથ ધામ સુધી પાંચ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન ભોળનાથનું વાળીનાથ ધામ દરેક શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવશે. શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે 1100 કુંડી યજ્ઞ પણ આજથી શરૂ કરવામાં આવ્યો છે.
શ્રીવાળીનાથ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ
મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિસનગરના તરભમાં આજથી એક સપ્તાહ સુધી ઉત્સવ યોજાશે. જેમાં ભવ્ય જળયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થયો છે. સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન થશે. મહોત્સવના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી હાજરી આપશે. તથા 22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાશે. જલયાત્રા સાથે આજથી શ્રીવાળીનાથ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો છે.
22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાશે
વિસનગરના તરભમાં આજથી એક સપ્તાહ સુધી ઉત્સવ યોજાશે. ભવ્ય જલયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થયો છે. સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન સાથે ભારતવર્ષના દિવ્ય સંતો દ્વારા અને વિદ્વાનોના પ્રેરક પ્રવચનનો લાભલઇ શકાશે. દરરોજ રાત્રે લોકડાયરા સાથે બે ટાઇમ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના અંતિમ દિવસે બપોરે 1 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. તથા 22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાશે.









