• મહીસાગરના ખાનપુર તાલુકાની ઘટના
  • અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી વરસી રહ્યા છે વરસાદ
  • આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી 

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન છે. ત્યારે મહીસાગરમાં એક વરરાજા વરસાદમાં વિવાહ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ લોકો વરસાદના કારણે મુશ્કેલીમાં આવી રહ્યા છે ઠેર-ઠેર ઝાડ પડવાની ઘટના બની રહી છે ત્યારે વરરાજાએ વરસાદ વચ્ચે લગ્નના સાત ફેરાં લીધા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, મહીસાગરના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ઘટના છે. જ્યાં એક વરરાજો ધોધમાર વરસાદની વચ્ચે પોતાની નવવધુ પણ લગ્ન કરવા માટે લગ્નમાં છોકરી પણ પાનેતર પહેરીને લગ્ન મંડપમાં હાજર રહે છે.

[[$googlead]]

આ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છતાં પણ નવવર-વધુ પરણવાનું બાકી ન રાખતાં લગ્નના સાત ફેરા લઈ રહ્યા છે. જ્યાં એક તરફ વરસાદથી લોકો પરેશાન છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની ઘટના બની રહી છે ત્યારે એક યુવાન લગ્નના ફેરાં લેતો જોવા મળ્યો છે. 

[[$alsoread]]


  • Follow us on: