• ગુજરાત નહીં છોડવાની શરતે જામીન મંજૂર
  • પોલીસ તપાસમાં સહકાર આપવાની રહેશે
  • મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલને જામીન મળ્યા

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે 2 આરોપીઓને શરતી જમીન આપ્યા છે. હાઇકોર્ટે આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલને ગુજરાત નહીં છોડવાની શરતે અને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

કેબલ બ્રિજ ખાતે ટિકિટ વહેચણીનું કામ કરતાં આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે કરી અરજી કરી હતી. દુર્ઘટના સમયે નિર્ધારિત સંખ્યા કરતા વધુ ટિકિટ વહેચાયા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. દુર્ઘટના સમયે 150 લોકોની કેપેસિટી સામે 500 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા. પોલીસે બેદરકારી રાખી ટિકિટ વહેચણી કરવા મામલે ધરપકડ કરી હતી.

દુર્ઘટનાના દિવસે આ 2 વ્યક્તિઓએ 3165 ટિકિટ વેચ્યાનો તપાસમાં ખુલાસો થયો હતો. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135થી વધુ લોકો મોત થયા હતા. આ ગમખ્વાર ઘટનાની દેશ અને વિદેશમાં ચર્ચા થઈ હતી. બ્રિજને રિનોવેટ કરનાર અજંતા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ પણ હાલ જેલમાં છે અને તે પણ જામીન માટે પ્રયત્નો કરી રહ્યા છે.

  • Follow us on: