સુરતમાં દેવધ ગામે પતિએ જ તેની પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, ઘરમાં ચાલતા અંદરો અંદરના ઝગડા અને ઘર કંકાસના કારણે પતિ દ્વારા તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઘરમાં કંકાસ ચાલુ હતો જેને લઈને રોષે ભરાયેલા પતિએ માથાના ભાગમાં પાવડો મારીને તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને પોતે જ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ આ ઘટનાની જાણ થતાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા પતિને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.









