- સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી
- સગીરાનું અપહરણ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
- મિત્રો સાથે કારમાં સગીરાનું અપહરણ કર્યું હતું
જેતપુરમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સગીરાનું અપહરણ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હતુ. તેમાં મિત્રો સાથે કારમાં સગીરાનું અપહરણ કર્યું હતું. તથા અલગ-અલગ સ્થળ પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ.
પોલીસે યુવક અને તેના મિત્રની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે પોલીસે યુવક અને તેના મિત્રની ધરપકડ કરી છે. જેમાં લવ જેહાદે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પગપેસેરો કર્યો છે. તેમાં જેતપુર ગ્રામ્ય વિસ્તારની એક તરુણીનું યુવાને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીનો સાહિલ કયુમભાઈ પરમાર નામના યુવાને એક વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયા મારફત તરુણી સાથે સંપર્ક કરેલો હતો. ત્યારબાદ સાહિલ તરુણીના ફોન નંબર મેળવી તેણીના ગામની એક દરગાહે મળવા બોલાવેલ હતી. ગતરોજ સાહિલ અને તેનો મિત્ર અમીર અલ્તાફભાઈ ચૌહાણ અમરેલીથી મોટર કાર લઈને આવેલ અને તેમાં તરુણીને બેસાડી અપહરણ કરી ગયો હતો.
જેતપુર-રાજકોટ રોડ પર આવેલ ઋષિ ગેસ્ટ હાઉસે લઈ જઈને દુષ્કર્મ આચરેલ
અપહરણ કર્યા બાદ તેણીને જેતપુર-રાજકોટ રોડ પર આવેલ ઋષિ ગેસ્ટ હાઉસે લઈ જઈને દુષ્કર્મ આચરેલ અને આજ ગેસ્ટ હાઉસમાં ગત એપ્રિલ મહિનામાં પણ દુષ્કર્મ આચરેલ હતુ. હેવાનીયત ભર્યું કૃત્ય ગુજાર્યા બાદ તરુણીને કારમાં બેસાડી પરત મુકવા સમયે તેણીના ગામના ત્રણ યુવાને જોઇ જતા મોટરકાર રોકીને તરુણીના પિતાને બોલાવેલા હતા. તરુણીના પિતાએ તરત જ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી બંને યુવાનોને હસ્તગત કર્યા હતાં. તેમજ તરુણીની માતાની ફરીયાદ પરથી પોલીસે બંને યુવાનો સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.