• NSUI દ્વારા યુનિવર્સિટીની બહાર સૂત્રોચ્ચાર
  • ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીનું પોસ્ટર બાળી વિરોધ
  • 1 એપ્રિલે લેવાયેલી પરીક્ષા રદ કરવા માગ

ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીકનો મુદ્દો વકર્યો છે. જેમાં NSUI દ્વારા યુનિવર્સિટીની બહાર સૂત્રોચ્ચાર કર્યા છે. તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીનું પોસ્ટર બાળી વિરોધ કર્યો છે. તેમજ 1 એપ્રિલે લેવાયેલી પરીક્ષા રદ કરવા માગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સોની ધરપકડ કરી છે. 

 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 

[[$googlead]]

ભાવનગર યુનિ.માં પેપરલીક મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  તેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી, અજય, વિવેક મકવાણા અને યુવતી સામે નિલમબાગ પોલીસ મથકમાં MKB યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરિયાદ નોંધાવી છે. તેમજ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે. 

[[$alsoread]]

ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીનું પોસ્ટર બાળી વિરોધ

ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક થયાના મામલે NSUI દ્વારા યુનિવર્સિટીની બહાર સૂત્રોચાર સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીનું પોસ્ટર બાળવામાં આવ્યું હતુ. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમીત ગલાણી જી.કે કાકડીયા કોલેજ ઓફ કોમર્સમાં ફરજ બજાવે છે. જેમાં NSUI દ્વારા 1 એપ્રિલના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવા માંગ કરાઈ છે. તથા યુનિવર્સિટીની પરિષદમાં જ NSUI દ્વારા પોસ્ટર બાળવામાં આવ્યા છે.

1 એપ્રિલે લેવાયેલી પરીક્ષા રદ કરવા માગ

ભાવનગર MKB યુનિવર્સિટીમાં પેપરલીકના મુદ્દે 2 EC મેમ્બર અને એક રજીસ્ટ્રારની કમિટી બનાવાઇ છે. જેમાં VCની ચેમ્બરમાં કમિટી સાથે બંધ બારણે મિટિંગ થઇ છે. ફરિયાદ, પરીક્ષા રદ્દ કરવી કે કેમ તે માટે બંધ બારણે બેઠક યોજાઇ હતી. જેમાં NSUIના આગેવાનો VC ઓફિસ પહોંચ્યા છે. VC ચેમ્બરના બારણા NSUIએ ખખડાવ્યા છે. 

  • Follow us on: