પંચમહાલના શહેરામાં નવ પરીણિત યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરા તાલુકાના સાડી સમડી ગામે યુવતીએ લગ્નના બે દિવસ બાદ ઘર નજીકમાં આવેલા કુવામા કૂદી મોત વહાલું કર્યું હોવાની માહિતી સામે આવી છે. નવ પરીણિત યુવતીને દહેજમાં આપેલા દાગીના ખોટા નીકળ્યા હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
યુવતીને દહેજમાં આપેલા દાગીના ખોટા નીકળ્યા
પંચમહાલના સાડી સમડી ગામે યુવતીએ કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. લગ્નના બે દિવસ બાદ ઘર નજીકમાં આવેલા કુવામા કૂદીને મોતને વહાલું કરતા પરિવારજનોમાં શોખની લાગણી જોવા મળી રહી છે. 10 તારીખના રોજ સાડી સમડી ગામની યુવતીના લગ્ન પાલીખંડા ગામે લગ્નના સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં દહેજ તરીકે રોકડ રકમ, સોનાનો લોકેટ અને દોરો અપાયો હતો. ત્યાર બાદ સોનાની વસ્તુઓ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, દાગીના નકલી છે.
પોલીસે લાશને કૂવામાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી
યુવતીને દેહજમાં આપેલી રકમ જૂઠી માલુમ પડતા નજીકમાં આવેલા વરીયાલ ગામના ખેતરના કુવામાં કૂદી આપઘાત કર્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કુવામાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે લાવવામાં આવી હતી. નવ પરીણિત યુવતીએ લગ્ન બાદ જ આવું પગલું ભરતા પરિવારજનો શોકમાં છે.