• ગૌણ સેવા પસંદગી મંડળ આગામી સમયમાં કરશે ભરતી
  • ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે પ્રથમ પરીક્ષા
  • પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા

મુખ્યમંત્રી તરીકે બીજીવાર ભૂપેન્દ્ર પટેલ સરકાર સત્તામાં આવ્યા બાદ સૌથી મોટો પડકાર સરકારી વિભાગમાં ભરતીનો રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં પસંદગી મંડળ દ્વારા ખાલી જગ્યાઓની વિગતો પર 15 મે સુધીમાં તમામ માહિતી આપી તેના પર સમયસર પગલાં ભરવા માટે તાકિદ કરવામાં આવ્યા છે.

[[$googlead]]

જો કે આ વખતે પહેલી વાર એવી પણ માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ તબક્કામાં કરવાની વિચારણા ચાલી રહી છે. જો આ પ્રકારે થશે તો તે પહેલી વખત આ પ્રકારે પરીક્ષા લેવાશે.

[[$alsoread]]

તેમજ રાજ્ય સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંકલન કરીને ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં પ્રારંભિક પરીક્ષાનું આયોજન કરી શકે છે. હાલમાં જ પંચાયત પસંદગી મંડળ દ્વારા સફળ રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ત્યાર બાદ સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોની આશા ફરી એકવખત મજબૂત થઈ રહી છે.

  • Follow us on: