ભાવનગરના અલંગમાં શિપ ભંગાવવા માટે આવ્યું છે, 11780 મેટ્રિક ટનનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે જેના કારણે વેપારીઓમાં પણ એક ખુશીનો માહોલ છે કેમકે અલંગમાં આવા મોટા શિપ ભંગાણ માટે આવતા હોય છે, વર્ષ 1980માં બનેલા ક્રુઝ શિપમાં 10 માળ, 476 કેબીન છે, શિપમાં 1400થી વધુ મુસાફર અને 300થી વધુ ક્રૂ મેમ્બરની ક્ષમતા છે.
ભાવનગરના અલંગમાં મહામંદીની વચ્ચે આશાનું કિરણ ઊગ્યું
શિપ બ્રેકીંગ વ્યવસાયમાં લાંબા ગાળા બાદ 11780 મેટ્રિક ટનનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે, જેમાં 476 કેબીન અને 10 માળનું ક્રુઝ શિપ અલંગમાં આવ્યું છે, અલંગના પ્લોટ નંબર 15માં ક્રુઝને બીચ કરવામાં આવ્યું હતુ અને 1980માં બનેલ ક્રુઝ શિપ વાયકિંગ સાગાને બનાવવામાં આપ્યું હતું.
અલંગમાં આવે છે અલગ-અલગ શિપ ભંગાવવા માટે
વર્ષ 2024ના શરૂઆતના 9 મહિના દરમિયાન કુલ 73 જહાજ અલંગનો કાંઠો અડકવામાં સફળ રહ્યા છે, અને તેનું કુલ વજન 537759.49 મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત 6 જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન 38,388 મે.ટન છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન અલંગ ખાતે કુલ 12 શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન 65489.78 મેટ્રિક ટન હતુ. આ શિપ વિશ્વામાં અલગ-અલગ જગ્યાએ ફરીને આવ્યું છે અને તેની ક્ષમતા પૂર્ણ થતા તેને ભંગાર માટે મોકલાયું છે.
અલંગ છે શું જાણો
આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.









