• પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી વિવાદિત પોસ્ટર લગાડનાર તત્ત્વોની શોધખોળ શરૂ કરી

  • પોલીસની ઇન્ટેલિજન્સ એજન્સીની નિષ્ફળતા સામે આવી
  • પેટ્રોલિંગ કરતી પોલીસ ઊંઘતી ઝડપાઇ હોવાનું પણ છતું થયું

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે શુક્રવારની મધ્યરાત્રીએ વડગામ તાલુકાના છાપી પંથકમાં બોયકોટ ઇઝરાયલના પોસ્ટરો લગાવતા પોલીસે તાત્કાલિક પોસ્ટરો હટાવી તપાસ શરૂ કરી હતીછાપી હાઇવેથી છાપી ગામને જોડતા ઓવર બ્રિજ તેમજ વિવિધ જાહેર જગ્યાઓ પર શુક્રવારની મધ્યરાત્રીએ કેટલાક તત્ત્વો દ્વારા બોયકોટ ઇઝરાઇલના વિવાદિત પોસ્ટરો લગાવતા આ અંગે કેટલાક જાગૃત્ત નાગરિકોએ પોલીસને જાણ પોલીસે તાત્કાલિક વિવાદિત પોસ્ટરોને હટાવી પોસ્ટર લગાવનાર તત્ત્વોની સીસીટીવી ફૂટેજના માધ્યમથી વિવાદિત પોસ્ટર લગાડનાર તત્ત્વોની તપાસ કરી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે બોયકોટ ઇઝરાઇલના વિવાદિત પોસ્ટરો લગાવી છાપી પંથકની શાંતિ અને સોહાર્દના વાતાવરણને દૂષિત કરવાના કેટલાક સરારતી તત્ત્વોના મનસૂબા વિરુદ્ધ ફિટકાર જોવા મળી રહ્યો છે.

વિવાદિત પોસ્ટર લગાવવાની ત્રીજી ઘટના

છાપી ઓવરબ્રિજ તેમજ જાહેર સ્થાનો ઉપર વિવાદિત પોસ્ટર લગાવવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. આ અગાઉ નૂપુર શર્મા તેમજ એક મહંત વિરુદ્ધ પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે પોલીસ હજુ સુધી વિવાદિત પોસ્ટરો લગાડનાર શરારતી તત્ત્વો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.

પોલીસની કામગીરી પર પ્રશ્ન ઊભા થયા

વડગામના છાપી પંથકમાં બોયકોટ ઇઝરાઇલ અંતર્ગત પોસ્ટરો લાગતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઊઠવા પામ્યા છે અને પોલીસની ઇન્ટેલિજન્સ એજન્સીની નિષ્ફળતા સામે આવી છે. રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસ ઊંઘતી ઝડપાઇ હોવાનું પણ છતું થયું છે.


  • Follow us on: