ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે કોર્ટમાં રજૂ કરાશે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના રિમાન્ડની માગ કરશે સવારે 10 વાગે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આશે સાથે સાથે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શકયતા છે,આરોપી દુબઈથી અમદાવાદ એયરપોર્ટ પર આવતા પોલીસે તેને ઝડપી પાડયો છે.
રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,નાણાંકીય વ્યવહાર કાર્તિક પટેલની સહીથી જ થતા હતા તેમજ આંબલી-બોપલ ખાતે ઓફિસમાં કાર્તિક પટેલ મિટીંગ પણ કરતો હતો અને અન-સિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં રોકાણ વધારાવતો હતો તો નરોડાના ગેલેક્સીમાં નવી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો તેમજ 3 નવેમ્બરે પત્ની સાથે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયો હતો જેમાં 11 નવેમ્બરે કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યો હતો અને 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડથી કાર્તિક દુબઈ ગયો હતો.
હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.
જાણો કોણ છે કાર્તિક પટેલ
કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.









