પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર જ્યાં અંદાજિત 30 હજારથી ઉપરાંતની વસ્તી ધરાવે જેઓના મુખ્ય માર્ગ નાલંદા સ્કૂલથી ભુરાવાવ બ્રિજ સુધીનો રસ્તો સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૫ વર્ષ ઉપરાંત સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો દ્વારા અનેક વાર પાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.


[[$googlead]]

રસ્તા ઉપર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય

સંદેશ ન્યૂઝ ટીમ દ્વારા તપાસ કરતા રસ્તા ઉપર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય હતું સાથે સાથે આ રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડવાથી સ્થાનિક ધંધા રોજગાર ધરાવતા વેપારીઓમાં પણ શ્વાસની તકલીફો વધી હોવાની વાત જાણવા મળી હતી. ખાસ કરીને અહીંયા ગટરોના ઢાંકણાઓ પણ જોખમી રીતે નજરે પડ્યા હતા. ભુરાવાવ સોસાયટીના રહીશો દ્વારા હાલ જ સ્વાગત કક્ષમાં લેખિત રજૂઆતો પણ કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી.

[[$alsoread]]

રોડનું જલ્દીથી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ

તાજેતર મા જ પહેલી મે ના દિવસે રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગોધરામાં હતી ત્યારે ગોધરા શહેરના મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળોના મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં નવા નક્કોર બની ગયા હતા પરંતુ ભુરાવાવ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભુરાવાવ વિસ્તારનો મુખ્ય અને અતિ વ્યસ્ત ગણાતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. આ માર્ગમાં દર વર્ષે ઘૂંટણ સમા પાણી ભરાવવાની પણ સમસ્યા ચોમાસામાં નિયમિત બને છે ત્યારે હજુ રોડ રસ્તા જ નવીન નથી થયા તો સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાલ તેઓની એક જ માંગ છે જલ્દીથી આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે સ્થાનિકોની સમસ્યાનું સમાધાન આવે.

 

  • Follow us on: