• મહાદેવનગર કેનાલથી રિંગરોડ સુધી રોડ શો
  • આમદાવાદમા વસ્ત્રાલના મુખ્ય માર્ગનું નામાભિધાન
  • વિધાનસભાના ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ કરે છે: જાડેજા

અમદાવાદમા વસ્ત્રાલના મુખ્યમાર્ગને કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ નામ આપવામાં આવ્યું છે. પૂર્વ ગૃહ મંત્રી અને વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાએ રોડ શૉ કર્યો હતો અને મુખ્ય માર્ગનું નામાભિધાન કર્યુ હતું. જાડેજાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આ રોડને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં આવ્યુ છે જેથી મહાનગરપાલિકાનો આભાર માનું છું. નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારે પણ અને પીએમ હતા ત્યારે પણ ગુજરાતને અપાર પ્રેમ આપ્યો છે અને વિકાસ કર્યો છે ત્રીજો પક્ષ અહીં નહીં ફાવે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે જેનો નિર્ણય સૌ કાર્યકર્તાઓએ સ્વીકારવાનો રહેશે.


[[$googlead]]
  • Follow us on:

[[$alsoread]]