અમદાવાદમાં હજુ પણ નબીરાઓ જપતા નથી,રિવરફ્રન્ટ પર પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠયા છે,તો રિવરફ્રન્ટ વોક વે પર પ્રતિબંધ હોવા છતા નબીરાએ કાર દોડાવી હતી,તો કોની પરમિશનથી અંદર કાર લઈને ગયા તે સવાલ સૌથી મોટો છે,શું પોલીસના કોઈ કર્મચારીની મહેરબાનીથી કાર લઈને અંદર ગયા કે શું તેને લઈ સવાલો ઉભા થયા છે.


[[$googlead]]

રીલ બનાવવા માટે વોક-વે પર કાર ચલાવી

અમદાવાદના રિવરફ્રન્ટના વોક-વે પર ખાનગી વાહન ચલાવવા પર પ્રતિંબધ છે ત્યારે નબીરાએ પોતાની કાર રિવરફ્રન્ટમાં અંદર લઈ જઈને સ્ટંટ કર્યા હતો તો વીડિયોમાં એક વ્યકિત છે જે આ સ્ટંટનો વીડિયો ઉતારી રહ્યો છે,તો ફુલ સ્પીડમાં કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતો,આ વીડિયો રિવરફ્ન્ટ પશ્ચિમનો હોવાનું સામે આવ્યું છે,ત્યારે પોલીસ કારના નંબર પરથી આરોપીની ધરપકડ કરે અને ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.રિવરફ્રન્ટ એ ફકત અમદાવાદ જ નહી પરંતુ ગુજરાતની શાન છે.

[[$alsoread]]

ચાલવા આવતા લોકોના જીવને મુક્યા જોખમમાં

રિવરફ્રન્ટ પર લોકો ચાલવા આવતા હોય છે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે પણ આવતા હોય છે ત્યારે કાર કઈ રીતે નીચે ઉતારી અને કોના આશીર્વાદથી આ સ્ટંટ કર્યો તેને લઈ સવાલ ઉભા થયા છે,જો સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માત થશે તો તેના માટે કોન જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે.હિંદી ગીતો વગાડીને યુવકે રીલ બનાવી હોવાની વાત પણ સામે આવી છે.આ વીડિયો પાલડીના રિવરફ્રન્ટ પરનો છે અને પોલીસ સ્ટેશનની સામેથી જ રિવરફ્રન્ટમાં કાર લઈને ઉતરવાનો રસ્તો છે,પોલીસ પણ ત્યાં બેઠી હોય છે તેમ છત્તા કઈ રીતે કાર લઈને અંદર ગયો તેની પર પણ સવાલ ઉભા થયા છે.

રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે

સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ 3 થી ફેઝ- 7 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) તબક્કાની શરૂઆત સાથે વેગ પકડશે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2025-26 માટે માટે રૂ.100 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.

 

  • Follow us on: