અમદાવાદનું મસ્કતી માર્કેટ ગુજરાતનું સૌથી મોટું કાપડ માર્કેટ છે અને આ કાપડ માર્કેટમાં રોજના લાખો રૂપિયાના ટર્ન ઓવર થતા હોય છે,ત્યારે કાપડના વેપારીઓ સાથે પણ દલાલો અને અન્ય રાજયના વેપારીઓ છેતરપિંડી કરતા હોય છે,ત્યારે આ છેતરપિંડીને કઈ રીતે રોકી શકાય તેને લઈ કાપડ મહાજને વેબસાઈટ બનાવી છે અને આ એવી વેબસાઈટ છે જેના કારણે જે વેપારીઓ લોકોનું કરીને ભાગી જાય છે તેમના નામ જાહેર થઈ જશે.


1 એપ્રિલથી વેબસાઈટ ધમધમશે
કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડી રોકવા મસ્કતી કાપડ મહાજને વેબસાઈટ બનાવી છે. 1 એપ્રિલથી મહાજન અને ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા 650 વેપારીના ફોટા સાથેની વિગત સાઈટ પર જોઈ શકાશે. મહાજનમાં ન હોય તેવા વેપારીઓને પણ જોડીને છેતરપિંડી કરનારાને ખુલ્લા પાડવામાં આવશે.

એજન્ટો પર પ્રતિબંધ મૂકાયો
એજન્ટ- દલાલ -સબ દલાલ કે એજન્સીઓ માટે મસ્કતી કાપડ માર્કેટમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. 1 એપ્રિલ બાદ નહીં નોંધાયેલા એજન્ટ, દલાલ, સબ દલાલ કે એજન્સીઓ માટે માર્કેટમાં પ્રવેશી શકશે નહીં. મહાજનના સભ્યો બી એલર્ટ લિસ્ટ કે વેબસાઈટ પર નામ મૂકવાના હોય તો તેઓએ ફ્રોડ વેપારીની સંપૂર્ણ વિગત સાથે રૂ. 300 સ્ટેમ્પ નોટરી કોપી આપવાથી તે લિસ્ટ વેબસાઈટ અને એલઈડી સ્ક્રીન પર મૂકાશે.

પોલીસની એસઆઈટી પણ કરી રહી છે કામગીરી
અમદાવાદમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીને લઈ એસઆઈટી પણ સક્રિય છે અને મસ્કતી માર્કેટમાં જ એસઆઈટીની પોલીસ ચોકી બનાવામાં આવી છે જેમાં જે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હોય તેવા વેપારીઓની અરજી લઈ ગુનો નોંધવામાં આવે છે અને એસઆઈટી પોલીસ તેવા ગુનાને ઉકેલતી હોય છે,ત્યારે પોલીસ પણ વેપારીઓને સાથ આપતી હોય છે અને તેમને મદદ કરતી હોય છે,પરંતુ હવે વેપારીઓ તમે પણ સુધરી જજો નહીતર તમારૂ નામ એલઈડી સ્કીન પર આવશે અને તમારી સાથે કોઈ વેપાર નહી કરે એ પણ નક્કી છે.

200 દિવસની અંદર પેમેન્ટ કરવાનું રહેશે
1 એપ્રિલ 2025થી અમદાવાદના કાપડ માર્કેટમાં અનરજસ્ટર્ડ દલાલ, એજન્ટ કે પછી એજન્સી કે પેટાા દલાલ સાથે કોઈ જ વેપાર કરવામાં આવશે નહિ. કાપડ બજારમાંથી માલ ખરીદીને પોબારા ગણી જવાની ઘટનાઓ અંકુશમાં ન આવતી હોવાથી પહેલી એપ્રિલથી ૨૦૨૫થી ૯૦થી ૧૦૦ દિવસમાં પેમેન્ટ સેટલ કરી દેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ ૨૦૦ દિવસથી વધુ સમયના પેમેન્ટ બાકી હોય તેવા વેપારીઓ પૂરા પેમેન્ટ થયા પછી જ નવા વેપાર્કો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વેપારી સાથે ત્રણ વર્ષ સુધી ઉધારમાં રાતીપાઈનો પણ વેપાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
  • Follow us on: