- સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત
- મૃતક પરિવારે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાનું જણાવ્યું
- એમ્બ્યુલન્સના અભાવે રિક્ષામાં મૃતદેહને લઈ જવાયો
સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં મૃતક બાળકને ઓટો રિક્ષામાં લઈ જવાની ફરજ પડી છે. તેમાં પરિવારજનોના હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ છે. મૃતકના પરિવારે જણાવ્યું છે કે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાનું આ નોબત આવી છે. એમ્બ્યુલન્સના અભાવે રિક્ષામાં મૃતદેહને લઈ જવાયો છે.
સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત
પાંડેસરામાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પટકાયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થયુ છે. તેમાં બાળક મૃતદેહને લઈ ગંભીર આરોપ થયા છે. પરિવાર મૃતદેહને ઓટો રીક્ષામાં લઈ જવા મજબૂર બન્યો હતો. તેમાં હોસ્પિટલના પીએમ રૂમના કર્મચારીની બેદરકારી સામે આવી છે. મૃતકના પિતા ઓટોરિક્ષામાં જ બાળકને સ્મશાન ભૂમિ લઈ જતા હતા. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા શાબવાહીની માટે ફોન કર્યો હતો. તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી.
પાંડેસરામાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પટકાયો
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જેમાં પાંડેસરામાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પટકાયો હતો. તેમાં વડોદ ગામમાં ત્રીજા માળેથી બાળક નીચે પટકાયો હતો. દિપક નામનો બાળક ઘરની ગેલેરીમાં રમતો હતો. ત્યારે રમતા રમતા અચાનક નીચે પટકાતા લોકો દોડી આવ્યા હતા. જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થયુ હતુ. અને હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી.