- લીલા મસાલા અને ફળોની આવકમાં 60 ટકા ઘટાડો થવાના પગલે બજારમાં અછત ઊભી થતા ભાવમાં ભડકો
- મોંઘવારી કાળમાં લીલાં શાકભાજી,લીલો મસાલો, ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે
- દાળ-શાકમાં વપરાતા કોથમીર, મરચાં, આદું, ટામેટાંના ભાવમાં અધધ વધારો
મોંઘવારી કાળમાં લીલાં શાકભાજી,લીલો મસાલો, ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજી, લીલા મસાલાની આવક 60 ટકા ઘટી જવાને લીધે ભાવો બમણા જેટલા થઈ ગયા છે. જયારે સામાન્ય દિવસોમાં મળતા ફળોના ભાવોમાં પણ વધારો થતા લોકો ઉપવાસ મોધો પડી રહ્યો છે. બજારમાં ટામેટા, કોથમીર, લીલા મરચા,ફુલાવર,બટાકા, ડુંગળીના ભાવો વધ્યા બાદ હવે ફણસી રૂ.70 કિલો મળતી હતી તે હોલસેલમાં રૂ.160 અને રિટેઈલમાં રૂ.250 કિલો વેચાણ થઈ રહી છે. લીલા મસાલામાં આદુ રિટેઈલમાં રૂ.260 , મરચા રૂ.100 , સીમલા મરચા રૂ. 100 , લવગીયા મરચા રૂ.140 , લીલી ડુંગળી રૂ.75 , આખુ લસણ રૂ.200 , ફોલેલુ લસણ રૂ.180 થઈ ગયુ છે. જેના લીધે ખાવાની ડીશમાં ટેસ્ટ માટે વાપરવામાં આવતા ટામેટા,કોથમીર , આદુ અને લીલા મરચા નાંખવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. બીજી તરફ કેળા રૂ.75 ડઝન, દાડમ રૂ.260 કિલો, તળબૂચ રૂ.35 , ચીકુ રૂ.150 , પાઈનેપલ રૂ.60, રોયલ ગાલા સફરજન રૂ.250 કિલો,લીચી રૂ.280 કિલો ગોલ્ડન કીવી ત્રણ પીસ રૂ.180, મળી રહ્યુ છે. જયારે બજારમાં મળતી ચાના કપમાં આદુ નાંખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ છે.










