• મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી
  • ગઈકાલે બપોરે તાપમાન 35 ડિગ્રી નોંધાયુ
  • પવનોની દિશા બદલાઈ હોવાથી મિશ્ર ઋતુ અનુભવાશે

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું છે. ગઈકાલે બપોરે તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતુ. તેમજ પવનોની દિશા બદલાઈ હોવાથી મિશ્ર ઋતુ અનુભવાશે તેમ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. મિશ્ર ઋતુને લીધે વાયલર ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.

દિવસે 36 ડિગ્રી જ્યારે રાતે 21 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

[[$googlead]]

રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત થશે. આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે.આગામી 2 દિવસમા તાપમાન ઘટશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. ટ્રાન્જેશન મહિનો હોવાથી તાપમાન યથાવત રહેશે. દિવસે 36 ડિગ્રી જ્યારે રાતે 21 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

[[$alsoread]]

રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમા પગલે શિયાળાની ઋતુની શરૂઆત

શહેરોમાં 35 થી 37 ડિગ્રી સુધી બપોર સમયે મહત્તમ તાપમાન રહે તેવું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમા પગલે શિયાળાની ઋતુની શરૂઆત થઇ છે. પરંતુ હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતનું નિર્માણ થઇ રહ્યું છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. સાથે જ ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે.

બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો બેકાબુ થયો

હાલ રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. અમદાવાદમાં સાદા મેલેરિયાના 47 કેસ, ઝેરી મેલેરિયાના 9 કેસ, ડેન્ગ્યૂના 279 કેસ, ચિકનગુનિયાના 7 કેસ, ઝાડા ઉલ્ટીના 233, કમળાના 101 કેસ, ટાઈફોઈડના 274 અને કોલેરાના 7 જેટલા કેસ નોંધાયા છે.

  • Follow us on: