કેવી રીતે ભણશે ગુજરાત આખરે કેમ મંદિરમાં ચાલે છે ખેતાટીંબી ગામની આંગણવાડી ,ગુજરાતમાં પાયાના શિક્ષણમાં આંગણવાડીને મહત્વ અપાય છે પણ રાજ્યમાં અનેક જગ્યાએ આંગણવાડીના મકાનના અભાવે નાના ભૂલકાઓ મં મંદિરમાં બેસી ભણવા મજબૂર બની રહ્યા છે.ભાવનગરમાં પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.

[[$googlead]]

વલભીપુરના ખેતાટીંબી ગામે બાળકોની દયનીય હાલત
વલભીપુર તાલુકામાં આવેલું ખેતાટીંબી ગામ કે જ્યાં આજે પણ બાળકો મંદિરમાં બેસી સારા ભાવિ માટે પ્રાર્થના સાથે પાયો મજબૂત કરતા જોવા મળ્યા છે , રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આંગણવાડીને નંદ ઘરનું સ્વરૂપ આપી વિવિધ સુવિધાઓ પણ અપાય છે દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર સાથે રમત ગમતના સાધનો પણ આપવામાં આવે છે પરંતુ સુવિધાઓના લાંબા લિસ્ટ વચ્ચે તંત્ર બેસવા માટેની જગ્યા ફાળવવાનું જ ભૂલી ગયું છે.

ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચિમકી
ભાવનગર જિલ્લામાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગે જ કે બાળકો આંગણવાડીમાં જતા પહેલા મંદિરમાં માથું ટેકાવા જતા હશે પરંતુ અહીંની વાસ્તવિકતા સાવ અલગ જ છે આખી આંગણવાડી જ મંદિરમાં ચાલી રહી છે,વલભીપુર તાલુકાના ખેતા ટીમ્બી ગામમાં છેલ્લા બે વર્ષથી નાના નાના ભૂલકાઓ તડકા છાયા વચ્ચે પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે,જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય થતું લાગી રહ્યું છે,અનેકવાર ગામના લોકો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, શું આ જાડી ચામડીના તંત્રને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા હોય તેવું લગે પણ લાગી રહ્યું નથી , સરકારના ભણશે ગુજરાતના નારા છે તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે , ટૂંક સમયમાં આંગણવાડીનું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી ગામજનો માંગ કરી રહ્યા છે, અને જો ટૂંક સમયમાં આંગણવાડી બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી ગામજનોએ ઉચ્ચારી હતી.
 
  • Follow us on: