- આતંકીઓના ટાર્ગેટ પર જન્માષ્ટમીનો તહેવાર હતો
- જન્માષ્ટમી પર જ કોઈ ઘટનાને અંજામ આપવાના હતા
- ત્રણેય આંતકીઓ AK 47 ચલાવવાની લેતા હતા તાલીમ
રાજકોટના સોની બજારમાં આંતકીઓ ઝડપાવાના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આતંકીઓના ટાર્ગેટ પર જન્માષ્ટમીનો તહેવાર હતો. જન્માષ્ટમી પર જ કોઈ ઘટનાને અંજામ આપવાના હતા. તથા ત્રણેય આંતકીઓ AK 47 ચલાવવાની તાલીમ લેતા હતા.
સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા
સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા હતા. તથા મોબાઈલથી સતત સંપર્કમાં આંતકીઓ રહેતા હતા. પિસ્ટલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની શંકા છે. રાજકોટ આગામી દિવસોમાં ત્રણેય આતંકીઓને રાજકોટ લાવી વિશેષ તપાસ કરશે. આંતકીઓનો શું પ્લાન હતો તેમને લઈ ATS દ્વારા પૂછપરછ ચાલુ છે. રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓમાંથી બે આતંકવાદીઓ રેલવે સ્ટેશન પર જઈને રેકી કરતા હતા.
રેલવે સ્ટેશન પર રેકીને લઈ ATS દ્વારા પૂછપરછ શરૂ
રેલવે સ્ટેશન પર રેકીને લઈ ATS દ્વારા પૂછપરછ શરૂ છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ત્રણ આંતકીઓ સાથે વધુ ૩ની ભયાવહ ભૂમિકાની આશંકા છે. બંગાળી સાળા બનેવીને ઉઠવ્યા બાદ ૩ આતંકી ઝડપાયા હતા.









