• યાત્રિકો માટે આરોગ્ય, પાણી, સ્વચ્છતાની કાળજી લેવાશે : કલેક્ટર

  • સામાજિક આગેવાનો, અન્નક્ષેત્રના સંચાલકોને યોગ્ય પ્રત્યુતર ન મળ્યાનો આક્રોશ
  • બેઠકમાં રીતસરની બોલાચાલી થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ગિરનાર પરિક્રમા તા.4 નવેમ્બરના રોજ રાતના 12 વાગ્યાથી વિધિવત પ્રારંભ થશે. અને તા.8 નવેમ્બર ના રોજ પૂર્ણ થશે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ગઈકાલે શુક્રવારે બપોરે જિલ્લા કલેકટર રચિત રાજ ના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો અને સામાજિક, રાજકીય આગેવાનો, અધિકારીઓની એક બેઠક મળી હતી.

જેમાં ભવનાથ તીર્થક્ષેત્રના હરીગીરી મહારાજ, ઈન્દ્રભારતી બાપુ, શૈલેજાદેવી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ વર્ષે ગિરનાર પરિક્રમા ઐતિહાસિક બની રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગિરનાર પરિક્રમા જૂનાગઢના ટુરીઝમ વિકાસ માટેનો પણ એક અવસર બની રહેશે.

બેઠકમાં હરિગિરિ મહારાજે ગિરનારના આધ્યાત્મિક મહત્વની ભૂમિકા આપી હતી. ઉપરાંત તેમણે ગિરનાર પરિક્રમાના કઠિન રુટ પર ભાવિકો માટે જરૂરી સુવિધા માટે સૂચનો રજૂ કર્યા હતા. ઇન્દ્રભારતી બાપુએ જરૂરી સૂચનો આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કલેકટરએ પણ સાધુ -સંતો તરફ્થી મળેલા સૂચનો ધ્યાને લીધા હતા. જયારે સામાજિક આગેવાન બટુક મકવાણા અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ રજુ કરેલા પ્રશ્નો અંગે તંત્ર તરફ્થી સંતોષકારક જવાબ મળવાને બદલે બેઠકમાં રીતસરની બોલાચાલી થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને ભારે ચર્ચા જાગી હતી.


  • Follow us on: