• ફરહાન 25 હજારનું હથિયાર લોકોને 50 હજાર સુધીમાં વેચી દેતો
  • 9 પીસ્ટલ એક રિવોલ્વર અને 64 કરતુસ સાથે 6 આરોપી ધરપકડ કરી
  • આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે

અમદાવાદ ડીસીપી ઝોન-7 LCB સ્કોર્ડને એક મોટી સફળતા મળી છે. જેમાં LCB સ્કોર્ડે 9 પીસ્ટલ એક રિવોલ્વર અને 64 કરતુસ સાથે 6 આરોપી ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ તમામ હથિયાર ઇન્દોરથી લાવીને અમદાવાદમાં વેચ્યા હતા.

ફરહાન 25 હજારનું હથિયાર લોકોને 50 હજાર સુધીમાં વેચી દેતો

પોલીસ ગિરફતમાં તમામ હથિયારના સોદાગરો આવી ગયા છે. જેમાં આરોપી શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શારૂખ પઠાણ છે. એલસીબીની ટીમને વિશાલા હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે. જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને 3 કારટીસ સાથે પકડ્યો હતો. જેની તપાસ બાદ સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર સમીર પાસેથી લીધા હોવાનું શાહનવાઝે કબૂલાત કરી હતી. ત્યાર બાદ સમીરની પુછપરછ કરતા બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાનું કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ ફરાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કર્યો હતો. સાથે જ 6 આરોપીની ધરપકડ કરી 10 હથિયાર અને 64 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.

ટોસ્ટ, ખારી અને ખાણીપીણીના પાર્સલમાં બે હથિયાર મૂકીને અમદાવાદ લાવ્યો

એલસીબી દ્વારા આરોપી સમીરની તપાસ કરતા સામે આવ્યું કે મૂળ ઇન્દોરના રહેવાસી અને સમીરના ગામનો આફતાબ આ હથિયાર મોકલતો હતો. સમીર બાય રોડ ટોસ્ટ, ખારી અને ખાણીપીણીના પાર્સલમાં બે હથિયાર મૂકીને અમદાવાદ લાવીને ફરહાનને આપતો હતો. આ હથિયાર એક ડિલિવરી માટે સમીરને 5 હજાર મળતા હતા. ત્યારે ફરહાન 25 હજારનું હથિયાર લોકોને 50 હજાર સુધીમાં વેચી દેતો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી સમીરે 15 જેટલી ટ્રીપ મારી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે

નોંધનીય છે કે, આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયેલ આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શું હતો. ઉપરાંત 10 હથિયાર સિવાય ના હથિયાર કોની પાસે છે અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

  • Follow us on: