- બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની 3,000 બહેનો કુરિવાજોને બંધ કરાઈ
- 28મીએ પાટણમાં સંમેલન યોજી તિલાંજલિ આપશે
- બેબી શાવર જેવી ખર્ચાળ અને સહિત કુરિવાજો બંધ કરવા સંકલ્પ કરાશે
સમગ્ર ગુજરાતભરમાં હાલમાં દરેક સમાજમાં પ્રિવેડીંગ ફોટોશૂટ, હલ્દીરીમ, રિસેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ અને દેખાખેદી માટે શરૂ થયેલી સામાજિક પ્રથાઓ સહિતના કુરિવાજોના કારણે સામાજિક પ્રસંગોમાં ખર્ચ વધી રહ્યો છે ત્યારે આવી પ્રથાઓ બંધ કરવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ મહિલા સંગઠનની બહેનો મક્કમ થઈ છે અને સમાજમાં યોજતા શુભ અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા બંધ કરવા પણ ઉત્તર ગુજરાતના 53 ગામોમાં આ બાબતે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકીટ અને મુંબઈમાં રહેતી પાટીદાર સમાજની બહેનો પણ જોડાવાની છે ત્યારે પાટણમાં રિવાજ પાર્ટીપ્લોટમાં 28મી મે ના રોજ વિશાળ મહીલા સંમેલન યોજીને 3000થી વધુ બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેવાની છે. તેમજ સમાજે જે રીતે કુરિવાજો બંધ કરવા વર્ષ 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું તે રીતે 15 વર્ષ પછી પ્રથમવાર વર્ષ 2023માં પાટીદાર બહેનો સામાજિક બંધારણ તેયાર કરવા જઈ રહી છે.










