• વડોદરામાં વધુ એક એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટને લઈને નિર્ણય
  • લો એન્ડ ઓર્ડર માટે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ
  • પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે રજૂઆત કરતાં ગૃહ વિભાગનો નિર્ણય

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. મહત્વનું છે કે, પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હોઇ તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે. નોંધનીય છે કે, વડોદરામાં રામનવમીએ પથ્થરમારા બાદ વિસ્તારમાં તંગદિલી સર્જાઇ હતી. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ વડોદરામાં પથ્થરમારાની ઘટના વચ્ચે પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે એક નવી પોસ્ટ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ગૃહ વિભાગ દ્વારા લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. આ સાથે ગૃહ વિભાગ ટુંક સમયમાં નવા એડિશનલ પોલીસ કમિશનરની જાહેરાત કરશે.

શું કહ્યું સંઘવીએ

[[$googlead]]

હર્ષ સંઘવીએ જણાવ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી હતી.પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી છે. જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરવામાં આવી છે.  

[[$alsoread]]

  • Follow us on: