- પાર્વતી કુંડની મુલાકાત અંગે બચ્ચનની ટ્વિટનો પીએમે કર્યો રિપ્લાય
- પીએમ નરેન્દ્ર મોદીએ યાદ અપાવ્યું કે, SOUની મુલાકાત પણ હજુ બાકી છે
- પીએમ મોદીએ લખ્યું હતું કે, આવતા સપ્તાહથી રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે
કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'નું સ્લોગન આપનારા મહાનાયક અમિતાભ બચ્ચનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કચ્છમાં રણોત્સવની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ હિમાલય સમીપે આવેલા પાર્વતીકુંડની મુલાકાત લીધી હતી, જે મુલાકાત અંગે અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા લખ્યું હતું કે, કૈલાશની ધાર્મિક, રહસ્ય અને દિવ્યતા મને લાંબા સમયથી આકર્ષી રહી છે, પરંતુ કરૂણા એ વાતની છે કે, હું તે સ્થળની મુલાકાત લેવામાં સક્ષમ નથી. જે ટ્વિટના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પાર્વતીકુંડ અને જાગેશ્વર મંદિરની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, આવતા સપ્તાહથી રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, હું આપને કચ્છની મુલાકાત લેવા અનુરોધ કરૂ છું. વધુમાં ઉમેર્યું હતું કે, આપની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત પણ હજુ બાકી છે.










