• 10 દિવસમાં ત્રણ સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા
  • સિંહની મોતની ઘટના બનતા સિંહ પ્રેમીઓને આઘાત લાગ્યો
  • 4 માસનું સિંહબાળ મહુવા ભાવનગર પેસેન્જર ટ્રેન હડફેટે કપાઈ

અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બન્યો હોય તેમ 10 દિવસમાં ત્રીજા સિંહની મોતની ઘટના બનતા સિંહ પ્રેમીઓને આઘાત લાગ્યો છે. રાજુલાના ઊચૈયામાં 21 જુલાઈએ 2 સિંહો માલગાડી ટ્રેન હડફેટે કપાયા બાદ સાવરકુંડલાના જીરા રેલવે ટ્રેક પર ગત રાત્રે 4 માસનું સિંહબાળ મહુવા ભાવનગર પેસેન્જર ટ્રેન હડફેટે કપાઈ જતાં વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

સિંહબાળ પેસેન્જર ટ્રેન હડફેટે થતા બે કટકા થઈ ગયા

સાવરકુંડલાના જીરા ખડકાળા નજીક 50 નંબરના રેલવે ફાટક પર 3 સિંહબાળ સાથે માતા સિંહણ રેલવે ટ્રેક પર રાત્રિના ચડી જતા અચાનક ભાવનગર મહુવા પેસેન્જર ટ્રેન હડફેટે 1 ચાર માસનું સિંહબાળ પેસેન્જર ટ્રેન હડફેટે બે કટકા થઈ જતા ટ્રેન થંભાવી દીધી હતી. તેમજ વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ધારી વનવિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા પણ પહોચી ગયા હતા. રેલવે પોલીસ અને વનવિભાગે રેલવે ટ્રેક પરથી સિંહબાળના શબને દૂર કરીને પછી ટ્રેન ભાવનગર તરફ રવાના કરી હતી.

10 દિવસમાં ત્રણ સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા

અન્ય 2 સિંહબાળ અને સિંહણ ત્યાં નજીકમાં ઝાડી ઝાંખરામાં મૃત સિંહબાળને શોધવા રઘવાઇ બની હતી. ત્યારે 10 દિવસમાં ત્રણ સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટતા ટ્રેનની સ્પીડ ઘટે તો જ સિંહો પર અકસ્માતનુ સંકટ દૂર થાય તેમ છે. વનવિભાગ દ્વારા લીલીયાથી છેક પીપાવાવ પોર્ટ સુધીના 50 કિલોમીટરમાં ટ્રેકર ગાર્ડ રેલવે ટ્રેક પર રાખવા છતાં સિંહોના અકસ્માતે અત્યાર સુધીમાં 30 જેટલા મોત થતા સરકાર દ્વારા સિંહોને બચાવવા કડક પગલાં લઈને ટ્રેન સ્પીડ અંગે વિચારવું પડશે તો જ મહામૂલા સિંહો બચી શકશે. 

  • Follow us on: