• આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ રણોત્સવ અને સફેદરણની મુલાકાત લીધી
  • ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે
  • વહીવટી તંત્ર થતી આવકમાં થયો ધરખમ વધારો

દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે.કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે, રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે.દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે.ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદરણની મુલાકાતે આવતા પ્રવાસીનો સખ્યામાં વધારો થયો છે.

ચાર લાખ લોકોએ લીધી મુલાકાત

[[$googlead]]

આ વર્ષે રણોત્સવમાં ચાર લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી છે જેના કારણે વહીવટી તંત્રને ચાર કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષે રણોત્સવમાં 1 લાખ 94 હજાર પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાતે આવ્યા હતા જેના કારણે તંત્રને 2 કરોડ જેટલી આવક થઈ છે.આવર્ષે વિદેશી પ્રવાસીની સંખ્યામાં પણ વધારો થયો છે.કચ્છનું સફેદ રણએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે.જેના કારણે દર વર્ષે લાખો પ્રવાસીઓ ટેન્ટસિટી અને સફેદરણની મુલાકાત લઇ રહ્યા છે.

[[$alsoread]]


રણનો અદભુત નજારો

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણ ઉત્સવ શરૂ થયો હતો, આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું . વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને સંસ્કૃતિ ને સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યું છે.કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે,રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે.  


  • Follow us on: