- પેરોલ મળતા આરોપીએ જેલના પાર્કિંગમાં બનાવી રીલ
- જેલની બહાર આવીને પણ બનાવી રીલ
- આરોપી મહેશ સાહુ મર્ડરના કેસમાં હતો જેલમાં
પહેલાં સામાન્ય લોકો સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા વધારવા માટે વિવિધ સ્ટંટ કરતાં જોવા મળે છે ત્યારે હવે સુરતમાં હત્યા કેસમાં સજા કાપી રહેલા કેદીએ પેરોલ પર બહાર આવ્યા બાદ રીલ બનાવી હતી. સુરતની લોજપોર જેલના કેદી મહેશ સાહુએ અંજણી ઈન્ડસ્ટ્રીમાં મર્ડર કર્યુ હતું. હત્યાના આરોપમાં તે જેલમાં બંધ હતો.
આ અંગેની માહિતી અનુસાર, પેરોલ મળ્યા બાદ મહેશ સાહુ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ પ્રથમ રીલ જેલના પાર્કિંગમાં બનાવી હતી. જે બાદ અમરોલી આવાસમાં મહેશે બીજી રીલ બનાવી હતી. રીલ બનાવીને તેણે પોતાનો વટ અને લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદી મહેશ મૂળ ઓરિસ્સાનો વતની છે. જેની રીલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
એટલું જ નહીં અગાઉ પણ સુરેન્દ્રનગરની જેલમાંથી કેદીઓએ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હાલમાં એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક રેલવેના પાટા પર ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા ગયો અને તેનો એક દોસ્ત રીલ બનાવી રહ્યો હતો. એટલામાં અચાનક ટ્રેન આવી ગઈ અને યુવકને ટ્રેનની ચપેટમાં લઈ લીધો હતો. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવાય છે. 14 વર્ષનો ફરમાન પોતાના ત્રણ મિત્રો શોએબ, નાદિર અને સમીર સાથે બારાવફાતના જૂલુસ માટે શાહપુર જઈ રહ્યો હતો. ત્યાં તેના મિત્રો સાથે રેલવે ટ્રેક પર રીલ બનાવવા લાગ્યો.
આ દરમિયાન અચાનક એક ટ્રેન આવી ગઈ અને તેનું મોત થઈ ગયું ફરમાનના પિતા જહાંગીરબાદના ટેરા દોલતપુર ગામમાં મુન્ના સૈલૂન નામની દુકાન ચલાવે છે. ફરમાન 7 સેકન્ડના વીડિયોમાં ચાલતો દેખાય છે અને અચાનક ટ્રેન આવી અને તેના ટુકડા કરી નાખ્યા. પોતાના દોસ્તના મોત બાદ ત્રણેય મિત્રોએ આજુબાજુના લોકોને મદદ માટે બોલાવ્યા. સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી અને લાશને કબ્જામાં લીધી. સાથે મૃતકના પરિવારને આ ઘટનાની જાણકારી આપી.









