- 24.72 ટકા પરિણામ આવ્યું
- 1.40 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
- જુલાઇ માસમાં લેવાઇ હતી પરીક્ષા
ધોરણ-10ની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટના જણાવ્યા અનુસાર, જુલાઇ -2022માં લેવાયેલી ધોરણ-10 ની પૂરક પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.6ના સવારના 8:00 કલાકે જાહેર કરાયું છે.
જુલાઇ માસમાં લેવાઇ હતી પરીક્ષા
ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 24.72 ટકા આવ્યું છે. મળતી માહિતી અનુસાર 1.40 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 23.72 ટકા આવ્યું તો વિદ્યાર્થીનીઓનુ પરિણામ 26.25 ટકા જોવા મળ્યું છે.
વિદ્યાર્થીઓએ ઓનલાઈન ચેક કર્યું પરિણામ
પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટનંબર) ઍન્ટર કરી મેળવી શકાય છો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રો અને SR. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફ્તર-ચકાસણી, નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. તેમ બોર્ડના પ્રતિનિધિએ જણાવ્યુ હતું.