• વરસાદ બાદ શહેરમાં રસ્તાઓની હાલત દયનીય
  • સ્થાનિકોને ખરાબ રસ્તામાથી પસાર થવાનો વારો આવ્યો
  • કોઈનું વાહન ખરાબ થયુ તો કોઈના સ્વાસ્થ્ય પર અસર પડી

રાજકોટ જીલ્લાના ધોરાજીના R&Bની હદમા આવતા જુનો ઉપલેટા રોડ કે જુનાગઢ રેલ્વ ફાટક પછીના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. વાહન ચાલકો,રાહદારીઓ અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ R&B વિભાગને દેખાતી નથી તેમ લાગી રહ્યું છે અને લોકોને હાલાકીનો પારાવાર સામનો કરવો પડવાનો વારો આવ્યો છે.

હાઈવેના રસ્તાઓ ખરાબ

[[$googlead]]

સ્ટેટ હાઈવે દ્વારા રોડ ટોલટેક્ષસ નામે ટોલ ઉઘરાવામા આવે છે અને એક ગામને બીજા ગામ જવા માટે સ્ટેટ હાઈવેના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલત હોય અને મસ મોટા ખાડાઓ પડી ગયા હોય અને નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે.ત્યારે વાત કરીએ ધોરાજીની એક બાજુ વેરાવળ સોમનાથથી જામનગર સુધીનો મુખ્ય માર્ગ અને પોરબંદરથી રાજકોટ સહિત અન્ય જગ્યાએ જવા માટે અને ધોરાજી સુધી ના જેવા કે જૂનાગઢ થી ધોરાજી , ઉપલેટાથી ધોરાજી તરફ સુધીનો મુખ્ય સ્ટેટ હાઈવે ખરાબ બન્યો છે.

[[$alsoread]]


સામાજીક આગેવાનોએ પણ કર્યો વિરોધ

R&B વિભાગમા આવતા મુખ્ય માર્ગ જ અતિશય ખરાબ હાલતમા અને લોકોને પડતી મુશ્કેલીઓને લઈ સ્થાનિકોએ મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી તેમ છતાંય તંત્રના પેટનુ પાણી પણ હલતુ ન હોય ત્યારે ધોરાજી તરફ આવતા રોજના હજારો વાહનોને અવરજવર માટે ખરાબ રસ્તામાંથી પસાર થવાનો વારો આવ્યો છે.ધોરાજીના સામાજિક કાર્યકર અને આગેવાન આશિષ ભાઈ જેઠવા એ તો જૂનાગઢ રોડના સ્ટેટ હાઈવે પરના મુખ્ય રસ્તાઓ અને પાણીથી છલોછલ ભરેલ ખાબોચીયામા બેસીને લોકો વતી વિરોધ વ્યક્ત કરેલ અને જવાબદાર તંત્ર,સાંસદ,ધારાસભ્યને આડે હાથ લીધા હતા.


નથી સાંભળતું કોઈ વાત

સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્રને અવાર-નવાર રજૂઆત કરી પરંતુ તંત્રના કાને વાત સંભળાતી નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,ત્યારે તંત્ર આળસ ખંખેરીને જલદીથી રોડ રસ્તાનું કામ કરે તે જરૂરી બન્યું છે.

 

  • Follow us on: