- ભાજપના ચૂંટણી ઢંઢેરા મુજબ સરહદ ફરતે રોડ ડેવલપ થશે
- સ્કીમ પાંચ વર્ષ ચાલશે, આ વર્ષે 200 કિ.મી.ની કામગીરી
- માર્ગ-મકાન વિભાગ દ્વારા આ નવી સ્કીમ અંગે મૌન જાળવવામાં આવી રહ્યું
ગુજરાત ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યની સરહદ ફરતે 'પરિક્રમા પથ' ડેવલપ કરવાનું વચન આપ્યું હોઈ નવા વર્ષના બજેટમાં આ સ્કીમ આવી રહી છે, જે તબક્કાવાર પાંચ વર્ષ સુધી ચાલશે. રાજ્યની સરહદે ફરતે આશરે 1,800 કિલોમીટર લંબાઈના રોડ પૈકી પ્રથમ ચરણમાં 200 કિલોમીટર લાંબો રસ્તો ડેવલપ થશે, જેના માટે આશરે રૂ.1,600 કરોડ આ વર્ષના બજેટમાં ફાળવાશે.
આમ તો રાજ્ય ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં 3 હજાર કિલોમીટરનો 'પરિક્રમા પથ' બનાવવાનો ઈરાદો જાહેર કર્યો છે, પરંતુ અત્યારે આ સરહદી રસ્તામાં ઘણી બધી મિસિંગ લિન્ક છે, જે પૂર્ણ કરવામાં આવશે, સાથોસાથ, હાલના રસ્તાઓને વધુ પહોળા તથા મજબૂત બનાવાશે. જો કે માર્ગ-મકાન વિભાગ દ્વારા આ નવી સ્કીમ અંગે મૌન જાળવવામાં આવી રહ્યું છે.










