- શહેરમાં રોકાણ દરમિયાન બૌદ્ધિક સંવાદ ના ભાગરૂપે બુદ્ધિજીવીઓ સાથે કરશે વિચાર વિમર્શ
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનુ રેલ માર્ગે થયું આગમન
- છાયાપૂરી રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારે થયું આગમન
ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલા જ RSS તરફથી તેની પૂર્વ તૈયારીઓ લગભગ છેલ્લા એક વર્ષથી આરંભી દેવાઇ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત ચૂંટણી પહેલાં સતત આંતરિક બેઠકો કરીને ચૂંટણી પહેલાનો માહોલ બનાવી રહ્યા હતા. હાલ ઉમેદવારોને લઇને ભાજપમાં નારાજગી ચાલી રહી છે અને આજે ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક યોજાઈ શકે છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકોની બેઠકમાં ભાગ લેશે.
વિરોધ થશે શાંત ?













