- વડોદરાની ડભોઇ નગરપાલિકામાં કૌભાંડ
- દુકાન માટે રાતો રાત બનાવ્યું ગુમસ્તા ધારા સર્ટીફિકેટ
- શનિવારે સીલ કરાયેલ દુકાનનું બની ગયું સર્ટીફિકેટ
વડોદરાની ડભોઇ નગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં દુકાન માટે ગુમસ્તા ધારા સર્ટીફિકેટ રાતો રાત બનાવ્યું હતુ. શનિવારે શીલ કરાયેલ દુકાનનું સર્ટીફિકેટ બની ગયું છે. શનિવારે રજવાડી ચાની દુકાન શીલ કરાઇ હતી. તથા સોમવારે સવારે દુકાન ફરી ધમધમતી થઇ છે.

આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા તપાસ કરાઇ
શહેરમાં આરોગ્ય વિભાગના દરોડામાં આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા તપાસ કરાઇ રહી છે. જેમાં GIDC,આજવા રોડ, ગોરવામાં તપાસ થઇ રહી છે. જથ્થાબંધ ફરસાણ બનાવતી ફેકટરીઓમાં તપાસ થઇ રહી છે. દિવાળી અગાઉ ફરસાણની ફેકટરીઓ પર ચેકીંગ શરૂ થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ રાજકોટમાં ફરસાણનો શંકાસ્પદ જથ્થો સિઝ કરાયો હતો.
રાતો રાત ગુમસ્તા ધારા સર્ટીફિકેટ બનાવ્યું
ડભોઇ નગરપાલિકામાં કૌભાંડમાં દુકાન માટે રાતો રાત ગુમસ્તા ધારા સર્ટીફિકેટ બનાવ્યું છે. તેમાં શનિવારે શીલ કરાયેલ દુકાનનું સર્ટીફિકેટ બની ગયું છે. શનિવારે રજવાડી ચાની દુકાન શીલ કરાઇ હતી. ત્યારે સોમવારે સવારે દુકાન ફરી ધમધમતી થઇ હતી. તેથી નગરપાલિકા પર સવાલો ઉઠ્યા છે. તેમાં રજાના દિવસે ગુમસ્તા ધારા સર્ટીફિકેટ કેવી રીતે બન્યું? રજવાડી ચાના દૂધમાંથી જીવાત પણ મળી આવી હતી.

ડભોઇમાં મોડુ મોડુ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જાગ્યુ
શનિવારે રાતે ડભોઇમાં મોડુ મોડુ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જાગ્યુ હતુ. જેમાં રાધે કોમ્પલેક્ષમાં ગુમસ્ત ધારા લાઇસન્સ વિના ચાલતી રજવાડી ટી સ્ટોલના દુધમાં જીવાત નીકળતાં દુકાન બંધ કરાવી હતી. ત્યારે રજવાડી ચાની દુકાન ગુમાસ્તાધારા વિના બંધ કરવામાં આવી હતી. જેને રાતોરાત નગરપાલિકાએ ગુમાસ્તાધારા આપી દીધો છે. વર્ષથી ગુમાસ્તાધારા વગર ચાલતી આ રજવાડી ચાને રાતોરાત ગુમાસ્તા ધારા ડભોઇ નગરપાલિકાએ રવિવારે કેમ આપ્યો ?
દૂધમાંથી જીવડા નીકળ્યા બાદ દુકાન શરૂ
દૂધમાંથી જીવડા નીકળ્યા બાદ પણ આ રજવાડી ચા પાછી ધમધમે છે. શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. જેમાં તહેવારો ટાણે ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ શરૂ થયુ છે. ત્યારે ડભોઇનાં બજારોમાં જુદી જુદી ખાણી પીણીની દુકાનોમાં દરોડા પાડ્યા છે. તેમાં અખાદ્ય ખોરાકનો નાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.