અમદાવાદના ચંડોળા તળાવને લઈ બીજા તબક્કાની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કામગીરી સંદર્ભે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે જેમાં અમદાવાદ CP, કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે સાથે સાથે પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશીના બાંધકામ દૂર કરાયા છે અને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.


[[$googlead]]

ચંડોળા તળાવમાં હજી દબાણો યતાવત છે

ચંડોળા તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણોને લઈ વાત કરીએ તો હજુ 5 લાખ ચો.મી જમીનો પર દબાણ યથાવત છે, પ્રથમ ફેઝમાં ખાલી કરાયેલી જમીનની હાલ દેખરેખ રખાઈ રહી છે, જમીન પર ફરીથી દબાણ ન થાય તેની વ્યવસ્થા કરાશે અને સરકાર આ બાબતે સતત ગંભીર છે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે, ફરીથી કોઈ આ તળાવ પર દબાણ ના કરે.

[[$alsoread]]

ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહતને લઈ પોલીસ એલર્ટ

ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહતને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ મોર્ડ પર છે, તળાવના છેડે ગેરકાયદે વસાહત શરુ થતા પોલીસ એલર્ટ બની છે કેમકે રહીશોએ ચંડોળા તળાવના છેડે રહેવાનું શરુ કર્યુ હતુ જેને લઈ પોલીસે ગેરકાયદે વસાહત શરુ થતા લોકોને હટાવ્યા છે, ચોથા દિવસે ચંડોળા ડિમોલિશન કામગીરી પર બ્રેક મારવમાં આવી છે, ચંડોળા તળાવનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.

શાહઆલમ અને મિલ્લતનગર તરફના દબાણો યથાવત

મહત્વની વાત તો એ છે કે, ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, કાર્યવાહી અટકાવવા મુદ્દે AMC તંત્રનું મૌન છે, અચાનક કામગીરી કેમ અટકી ગઈ અને કોના કારણે આ કામગીરી અટકી ગઈ તેને સૌ કોઈ સ્તબધ છે, તો મ્યુ.કોર્પોરેશન આ બાબતે કઈ કહેવા માટે તૈયાર નથી, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

  • Follow us on: