- હવે જામશે મેરેજ સમારોહની મોસમ
- લગ્નસરામાં ગૂંજી ઉઠશે શરણાઈઓ
- ઢોલ-ડીજે-બેન્ડ પાર્ટીના તાલે ઝૂમશે વડોદરા
દિવાળી બાદ નવા વર્ષમાં લાભ પાંચમ પછી હવેથી લગ્નસરાની મોસમ શરૂ થઈ ગઈ હોવાનું ગણાય છે. ખાસ કરીને આ વખતે માર્ચ મહિના સુધીમાં લગ્ન માટે કુલ 44 જેટલા શુભ મૂહુર્ત હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પૂરી સંભાવના છે કે માર્ચ સુધીમાં ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં લગ્નસરાની મોસમ જામશે અને શરણાઈઓ ગૂંજી ઉઠશે.
આ જ વાતને લઈને વડોદરામાં પણ હવે શરણાઈઓ ગૂંજે તેવો માહોલ છે. ખાસ કરીને શહેરમાં 3000થી લઈને 3500 જેટલા લગ્નો થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે વડોદરા શહેરમાં કુલ 15થી વધુ અતિથિગૃહો, 170થી વધુ પાર્ટી પ્લોટ્સ અને 100થી વધુ મેરેજ હોલ આવેલા છે. હાલ લગ્નસરાની મોસમને જોતા આમાંથી મોટાભાગના હોલ, અતિથિ ગૃહો અને પાર્ટી પ્લોટમાં બુકિંગ ફુલ થઈ ગયા છે.













