• વિવિધ યોજના માટે બજેટમાં કરવામાં આવશે ફાળવણી
  • સમિતિમાં આખા મહિનાનું જે કામકાજ નક્કી કરવામાં આવી
  • વિવિધ મંત્રાલય માટે યોજનાઓ બનાવવામાં આવી
આજે ગુજરાત સરકારનું બજેટ-24 રજુ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ બજેટ સત્ર એક મહિના સુધી ચાલશે. અને સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.

આજે જ્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજુ કરવા જઈ રહ્યા છે ત્યારે સરકાર વિવિધ મુદ્દા પર નવી યોજનાઓની પણ ફાળવણી કરી શકે છે. રાજ્યના આગામી વર્ષના બજેટમાં નવી યોજનાઓ તેમજ વિભાગોમાં ફાળવણીની રકમમાં વધારો દેખાઈ રહ્યો છે. રાજ્યના બજેટના કદમાં ગયા વર્ષની સરખામણીએ 15થી 18 ટકાનો વધારો થવાની સંભાવના છે.

તેમજ બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. સોમવારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવ્યો . કામ કાજ સલાહકાર સમિતિમાં આખા મહિનાનું જે કામકાજ નક્કી કરવામાં આવ્યું છે. એ વિપક્ષના સભ્યો સહિત સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની સંભાવના છે. 3.30 લાખ કરોડ આસપાસ બજેટનું કદ રહેવાની શક્યતા છે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકી શકાય છે. પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ છે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે

  • Follow us on: