• 12 હજાર પોલીસ કર્મીની ભરતી કરાશે:સરકાર
  • ટેક્નિકલ અને IB વિભાગમાં 29 હજાર જગ્યા ખાલી :સરકાર
  • સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4, 500 જગ્યા ખાલી:સરકાર

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી ભરતી અંગેના સમાચાર આવી શકે છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં રજુ કરવામાં આવેલી એફિડેવિટના આધારે કહી શકાય. આજે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એક એફિડેવિટ રજુ કરવામાં આવી છે.

વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા

[[$googlead]]

[[$alsoread]]

હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજુ કરવામાં આવી છે. જેમાં સરકારે જણાવ્યું કે, 12 હજાર પોલીસ કર્મીની ભરતી કરાશે. જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેક્નિકલ અને IB વિભાગમાં 29 હજાર જગ્યા ખાલી છે. જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ વિભાગે પોતાની રજુઆતમાં ક્યા વિભાગમાં કેટલી ખાલી જગ્યા છે તેની વિગતો આપી છે. જેમાં ગુજરાતના સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4, 500 જગ્યા ખાલી છે. આ સાથે જ પોલીસ ખાતામાં વિવિધ 23, 516 જગ્યા હાલ ખાલી હોવાની સરકારે રજુઆત કરી છે.

નોંધનીય છેકે પોલીસ વિભાગના ભરતી મુદ્દાઓને લઈ હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. જેમાં સરકાર તરફથી વિવિધ મુદ્દા પર રજુઆત કરવામાં આવી છે. પોલીસ વિભાગે એફિડેવિટ રજુ કરતાં જણાવ્યું છેકે, સરકાર નજીકના સમયમાં ભરતી બહાર પાડશે. જેના પર ગુજરાત હાઇકોર્ટનો ઝડપી ભરતી કરવા આદેશ કર્યો છે. 

  • Follow us on: